We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Do Epic Shit ( Gujarati) By Ankur Warikoo | Shree Pustak Mandir | Ankur Warikoo

Do Epic Shit ( Gujarati) By Ankur Warikoo | Shree Pustak Mandir | Ankur Warikoo
Do Epic Shit ( Gujarati) By Ankur Warikoo | Shree Pustak Mandir | Ankur Warikoo
Do Epic Shit ( Gujarati) By Ankur Warikoo એવું પણ બની શકે કે આ પુસ્તક તમે ખરીદેલું સૌથી નકામું પુસ્તક બની રહે, કારણ કે આ પુસ્તકમાં એવું કશું જ નથી જે તમે ન જાણતાં હો. આ પુસ્તકમાં કોઈ જ આશ્ચર્યજનક રહસ્યનો ખુલાસો રજૂ નથી થયો. આ પુસ્તક તમને માત્ર એક વાત જ યાદ અપાવે છે. એ વાતની યાદ અપાવે છે કે જીવન આપણા બધાની સમક્ષ કેવી એક સમાન છતાં અલગ અલગ રીતે રીતે પ્રગટે છે. આ પુસ્તકમાં કશું જ નવું નથી કહેવાયું. એ તમારા વિચારોને શબ્દનું સ્વરૂપ આપવા જ સર્જાયું છે. એવા વિચારોને શબ્દનું સ્વરૂપ અપાયું છે કે જે આપણે બધા અનુભવીએ છીએ, વારંવાર અનુભવીએ છીએ, પરંતુ ભાગ્યે જ અટકીને જેના વિશે વિચારીએ છીએ. આ પુસ્તક તમારું જીવન બદલી નહીં નાખે. એ તમને જીવન પ્રત્યે માત્ર જાગ્રત કરવા સર્જાયું છે કે જેથી તમે અભાનતાપૂર્વક નહીં, પરંતુ સભાનતાપૂર્વક જીવનમાં પસંદગીઓ કરો. આ પુસ્તકમાં મારા એ વિચારોનું સંકલન છે જેને મેં પાછલા બાર મહિનામાં સોશિયલ મીડિયામાં રજૂ કર્યા છે. તેમાંથી મોટા ભાગના વિચારો મારા પોતાના ચિંતન, અવલોકન અને અનુભવોમાંથી જ પ્રગટ્યા છે. સ્કૂલમાં અમે ‘બૂક ક્રિકેટ’ નામની એક રમત રમતા હતા. તેમાં અમે કોઈ પણ પુસ્તકનું ગમે તે એક પાનું ખોલીએ અને પાનાના નંબરથી નક્કી થાય કે અમે એ ‘બૉલ’ પર કેટલા રન કર્યા. હું માનું છું કે આ પુસ્તક પણ એ ‘બુક ક્રિકેટ’ના પુસ્તક જેવું જ બની રહેશે, જોકે તેમાં આપણે રન નહીં કરીએ. તેના બદલે આ પુસ્તકના પાને પાને આપણા વિચારોની યાદ તાજી કરાવાશે, આપણા વિચારોને શબ્દોમાં રજૂ કરાવાશે અને આપણને વધારે જાગરુક બનાવાશે. હું એમ સૂચન કરીશ કે આ પુસ્તક વડે તમે પણ ‘બૂક ક્રિકેટ’ રમી જુઓ. દરરોજ ગમે તે પાનું ખોલો. પછી એક કે બે કે પછી ત્રણ પાનાં વાંચો. તેના પર ચિંતન કરો. નોંધવા જેવું લાગે તે નોંધી લો. કંઈ નહીં તો છેવટે એ વાંચીને તમને જે અનુભવાયું હોય તે અનુભવ પર સ્મિત કરી લો. પછી બીજા દિવસે પાછું ગમે તે એક પાનું ખોલો. જો કોઈ પણ દિવસ તમને એમ વિચાર આવે કે ‘આજે તો મારે આ વાત સાંભળવાની જરૂર હતી જ’, તો મને આ સદીનો બેસ્ટ-સેલિંગ લેખક માનજો! આનંદમાં રહો એકાગ્ર રહો કામ નહીં, કારનામા કરતાં રહો!

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 299.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Name: Do Epic Shit ( Gujarati) By Ankur Warikoo
  • Binding: Paperback
  • Pages: 302
  • ISBN: 9789355431554
  • Language: Gujarati
Views: 47
Tags: do , epic , shit , ( , gujarati) , by , ankur , warikoo , free , ankur , warikoo , gujarati , authors , do , epic , shit , ( , gujarati) , by , ankur , warikoo , online , do , epic , shit , ( , gujarati) , by , ankur , warikoo , buy , online , do , epic , shit , ( , gujarati) , by , ankur , warikoo , pdf , download , do , epic , shit , ( , gujarati) , by , ankur , warikoo , in , gujarati , do , epic , shit , ( , gujarati) , by , ankur , warikoo , in , hindi , do , epic , shit , ( , gujarati) , by , ankur , warikoo , english
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ ..
from
Rs. 200.00
Add to Cart
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ..
from
Rs. 400.00
Add to Cart
The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો. આ પુસ્તક વાંચની લાખો-કરોડો લોકોએ તેમની જિ..
from
Rs. 399.00
Add to Cart
Believe in Yourself ( Gujarati) By Joseph Murphy શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ કરવા માગો છો? જો હા, તો તમારે આ પુસ્તક જરૂર વાંચવ..
from
Rs. 150.00
Add to Cart
Hero ( Gujarati) By Rhonda Byrne આ પૃથ્વી નામના ગ્રહ પર તમારા અસ્તિત્વનું કારણ જ આ પુસ્તકની કહાણી છે. તમે બીજાથી અલગ છો. એવી કોઈ ખાસ વસ્તુ સર્જન કરવા ..
from
Rs. 450.00
Add to Cart
The Magic ( Gujarati) By Rhonda Byrne એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે. વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાંખનાર..
from
Rs. 399.00
Add to Cart
The Compound Effect: Jumpstart Your Income, Your Life, Your Success ( Gujarati) By Darren Hardy ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ ડેરેન હાર્ડી એ ‘ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ’..
from
Rs. 299.00
Add to Cart
Don't Worry: 48 Lessons On Achieving Calm ( Gujarati) By Shunmyo Masuno એ રહસ્ય જાણો કે શા માટે તમારી 90 ટકા ચિંતાઓ વાસ્તવિક રૂ૫ નહીં લઈ શકે. આ સર્વાં..
from
Rs. 299.00
Add to Cart