We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Ashwathama ( Gujarati) By Ashutosh Garg | Shree Pustak Mandir | Ashutosh Garg

Ashwathama ( Gujarati) By Ashutosh Garg | Shree Pustak Mandir | Ashutosh Garg
Ashwathama ( Gujarati) By Ashutosh Garg | Shree Pustak Mandir | Ashutosh Garg
Ashwathama ( Gujarati) By Ashutosh Garg તેને નિયતિની વિડંબના જ કહીશું કે મહાભારતની ગાથાનું એક મહત્ત્વપૂર્ણ અને અમર પાત્ર હોવા છતાં, અશ્વત્થામા હંમેશાં ઉપેક્ષિત રહ્યો છે. પૌરાણિક સાહિત્યમાં અશ્વત્થામા સહિત બીજા પણ લોકો છે જેમને અમર માનવામાં આવે છે, પરંતુ જ્યાં અન્ય લોકોને અમર હોવાનું ‘વરદાન’ પ્રાપ્ત થયું, ત્યાં જ અશ્વત્થામાને અમરત્વ ‘શાપ’માં મળ્યું હતું! યુદ્ધની કથા હંમેશા નિર્મમ નરસંહાર, નિર્દોષોની હત્યા અને દુષ્કર્મોની કાળી શાહીથી લખવામાં આવે છે. તો પછી મહાભારત જેવા મહાયુદ્ધમાં અશ્વત્થામાથી એવા કયા બે અક્ષમ્ય અપરાધ થઈ ગયા હતા, જેના માટે શ્રીકૃષ્ણએ તેને એકાકી અને જર્જર અવસ્થામાં હજારો વર્ષો સુધી પૃથ્વી પર ભટકવાનો વિકટ શાપ આપી દીધો? તેના મનમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે શ્રીકૃષ્ણએ આટલો કઠોર શાપ આપીને તેની સાથે અન્યાય કર્યો હતો અથવા પછી તેની પાછળ ભગવાનનું કોઈ દૈવી પ્રયોજન હતું? શું અશ્વત્થામાના માધ્યમથી ભગવાન કૃષ્ણ આધુિનક સમાજને કોઈ સંદેશ આપવા ઇચ્છતા હતા? મોટા ભાગે વિશ્વ અશ્વત્થામાને દુર્યોધનની જેમ કુટિલ અને દુરાચારી સમજે છે. લેખકે આ નવલકથામાં અશ્વત્થામાના જીવનના વણસ્પર્શ્યા પાસાઓને વ્યક્ત કરતા, એ મહાન યોદ્ધાના દૃષ્ટિકોણથી મહાભારતની કથાને એક નવા રૂપમાં પ્રસ્તુત કરી છે. ABOUT THE AUTHOR આશુતોષ ગર્ગનો જન્મ ૧૯૭૩માં દિલ્હીમાં થયો. હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. (હિંદી) તથા દિલ્હીથી સ્નાતકોત્તર ડિપ્લોમા (પત્રકારત્વ અને અનુવાદ) પ્રાપ્ત કર્યા પછી ઇંદિરા ગાંધી મુક્ત વિશ્વવિદ્યાલયમાંથી એમ.બી.એ. (માનવ સંસાધન)ની ડિગ્રી પ્રાપ્ત કરી. શાળાકીય દિવસોથી જ કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂઆત થઈ ગઈ હતી અને અત્યાર સુધી આપના દ્વારા લખેલાં અને અનૂદિત લગભગ ૨૫ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આપ અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓ પર સમાન રીતે પ્રભુત્વ ધરાવો છો તથા અનુવાદના ક્ષેત્રમાં આપનું નામ પરિચિત છે. દશરાજન, દ્રૌપદી કી મહાભારત, આનંદ કા સરલ માર્ગ, શ્રી હનુમાન લીલા વગેરે હિંદીમાં આપના દ્વારા કરવામાં આવેલા મુખ્ય અનુવાદ છે, જેની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આશુતોષ નિયમિત રીતે અખબાર અને સામયિકોમાં લખે છે. હાલ, તેઓ રેલવે મંત્રાલયમાં ઉપ-નિર્દેશકના પદ પર કાર્યરત છે. ABOUT THE TRANSLATTER પત્રકાર-અનુવાદક કાશ્યપી મહાનો પરિચય પૂ. મહાત્મા ગાંધીના આગ્રહથી, દાદા દત્તાત્રેય મહા મહારાષ્ટ્રથી આવીને, ગૂજરાત વિદ્યાપીઠ-સાબરમતી આશ્રમમાં શિલ્પાચાર્ય તરીકે જોડાયા, જ્યાં એમના હાથે ગાંધીજીના પ્રિય ‘ત્રણ વાંદરા’ અને કુમાર સામયિકમાં આજે પણ પ્રગટ થતું ‘માધુકરી’ જેવા પ્રખ્યાત શિલ્પો રચાયા. એમનો કળા-સાહિત્ય વારસો ધરાવતા કાશ્યપીએ વાણિજ્ય સ્નાતક હોવા સાથે પત્રકારત્વ-સમૂહપ્રત્યાયન વિષયમાં પારંગત અને અનુપારંગત છે. પત્રકાર-સંપાદક, મુલાકાતી વ્યાખ્યાતા તરીકે તેઓ ગુજરાતી અખબારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં છે. મણિભવન ગાંધી સંગ્રહાલય માટે ગુજરાતભરના સ્વાતંત્ર્યસેનાનીઓની ઐતિહાસિક ઓડિયો મુલાકાતોનું સ્ક્રીપ્ટ લેખનકાર્ય પણ સુપેરે નિભાવ્યું છે. એમના દ્વારા વિવિધ ભાષાઓમાંથી અનુવાદિત થયેલાં ૬૫ ઉપરાંત પુસ્તકોમાં, (મરાઠીમાંથી) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુનરોદ્ધાર પૂજાવિધિનું અલભ્ય પુસ્તક ‘શ્રી સોમનાથ તીર્થ’, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ‘શ્રી બાળાસાહેબ દેવરસ’નું જીવનચરિત્ર, ‘ભારતમાં ખ્રિસ્તીઓઃ એક દસ્તાવેજી વિશ્લેષણ’ કરતું સંશોધનઅહેવાલરૂપ પુસ્તક, પૉલ બ્રન્ટન લિખિત ‘હિમાલય અને એક તપસ્વી’ (જેને વર્ષ ૨૦૧૬-૧૭ના લેખિકાના સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે અનુવાદ શ્રેણીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે) તથા (હિન્દીમાંથી) પ્રકાશ બિયાણી લિખિત ‘બિઝનેસ ગેમ ચેંજર્સ’, જનસંઘની થિન્કટેન્ક ગણાતા પં. દીનદયાળ ઉપાધ્યાય લિખિત ‘શ્રીમદ્ શંકરાચાર્ય’, નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેન્ચ લેખક રોમારોલાં લિખિત ‘વિવેકાનંદ’, સરસંઘચાલકશ્રી મોહનરાવ ભાગવતના ત્રિદિવસીય પ્રવચનો ‘ભવિષ્યનું ભારત’, ગોવાના પૂર્વ રાજ્યપાલ મહામહિમ મૃદુલા સિન્હા લિખિત ‘પરિતપ્ત લંકેશ્વરી’ (જેને કેન્દ્રીય સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 પ્રાપ્ત થયો છે અને આ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.એ.ના અભ્યાસક્રમમાં સામેલ છે) તથા (અંગ્રેજીમાંથી) સીસીસીની પરીક્ષા માટે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. માટેનું તાલીમી સાહિત્ય સહિતના પુસ્તકો સામેલ છે. એમણે ‘મહારાજા ભગવતસિંહજી’, ‘સમર્થ રામદાસ’, ‘ગુરુદયાલ મલિક’ પ્રેરક જીવનચરિત્રો પણ આપ્યાં છે. કાશ્યપી મહા દ્વારા અનૂદિત શૈડ હેલ્મસેલ્ટર લિખિત ‘શું કહેશો જ્યારે તમે પોતાની સાથે વાત કરશો’ (2018), મહેશ ચંદ્ર કૌશિક લિખિત ‘શેરબજારમાં સફળ કેવી રીતે થશો?’, ‘શેરમાર્કેટમાં અબ્દુલ ઝીરોથી હીરો કેવી રીતે બન્યો?’, ‘શેરમાર્કેટમાં ચંદુ કેવી રીતે કમાયો, ચિંકીએ કેવી રીતે ગુમાવ્યું’ અને ‘સ્ટોક માર્કેટમાં સફળ થવાની 41 ટિપ્સ’ પુસ્તકોના પ્રકાશન પછી હવે, આશુતોષ ગર્ગ લિખિત ‘અશ્વત્થામા’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. સંપર્ક ઃ kashyapimaha@gmail.com Facebook: kashyapi.maha, twitter: @Kashyapimaha instagram: kashyapimaha

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 250.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Name: Ashwathama ( Gujarati) By Ashutosh Garg
  • Binding: Paper Back
  • Pages: 240
  • ISBN: 9789355430861
  • Language: Gujarati
Views: 32
આ ઉષ્માપૂર્ણ સંસ્મરણો દ્વારા વરિષ્ઠ દિગ્દર્શક રાહુલ રવૈલ પોતે આર.કે. સ્ટુડિયોઝમાં ગાળેલા એ દિવસોની યાદ તાજી કરે છે જ્યારે એમને ખુદ રાજ કપૂર પાસેથી ફિલ..
from
Rs. 450.00
Add to Cart
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે...
from
Rs. 160.00
Add to Cart
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ  જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે : નચિકેત, છોડ આ ..
from
Rs. 175.00
Add to Cart
૨૦મી સદીમાં ભારતભૂમિ પર રચાયેલા ઉત્તમ સાહિત્યમાંનું એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્રસાહિત્ય. એમના સુપ્રસિદ્ધ બંગાળી કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ને બ..
from
Rs. 1,000.00
Add to Cart
કોઈને બીડી, સિગારેટ કે દારૂનું, તો કોઈને પૈસા, પ્રતિષ્ઠા, સત્તાનું - વ્યસન કોને નથી? આપણે જે પણ કાંઈ કરીએ છીએ શું એ વાજબી છે? ઇઝ ઇટ વર્થ? સંબંધો સાચવવ..
from
Rs. 350.00
Add to Cart
પ્રેમ, શૌર્ય, મોહ, છળકપટ, કર્મ, ધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી પ્રાચીન ભારતની મહાન કથા એટલે વેદવ્યાસરચિત મહાકાવ્ય મહાભારત. આશરે એક લાખ શ્લોકોમાં કહેવાયે..
from
Rs. 100.00
Add to Cart
The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો. આ પુસ્તક વાંચની લાખો-કરોડો લોકોએ તેમની જિ..
from
Rs. 399.00
Add to Cart
How to Attract Money ( Gujarati) By Joseph Murphy તમને ધનવાન થવાનો અધિકાર છે! તમે સફળ, વિજયી થવા અને આગળ વધવા માટે જન્મ્યા છો. આ સંક્ષિપ્ત માર્ગદર્શિક..
from
Rs. 150.00
Add to Cart