Menu
Your Cart

Mandala (Gujarati) By Kalpana Palkhiwala

Mandala (Gujarati) By Kalpana Palkhiwala
Mandala (Gujarati) By Kalpana Palkhiwala
મંડલ વિષે ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે અને મંડલની હજારો ડિઝાઇનો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અહીં નથી કોઈ ઇતિહાસ, નથી એનો વિકાસ કે નથી વિજ્ઞાન. માત્ર આ પવિત્ર વર્તુળની પ્રણાલી જોવાની, એનાં નિશ્ચિત પરિમાણોમાં રહી એનું સર્જન કરવાનું અને એ પ્રક્રિયા દરમિયાન એમાં ખોવાઈ જવાનું. જોનારને એનું કદાચ કૌતુક થાય પણ મંડલનો એના કરતાં કંઈક ગૂઢ અર્થ છે. જો જોનાર ઇચ્છે, તો તેને પ્રશાંત, આંતરિક શાંતિ, આશ્ચર્ય, વિવેકબુદ્ધિ, કરુણા અને સ્વપરિવર્તન ભણી લઈ જશે. મંડલમાં વપરાયેલાં પ્રતીકો અને ચિહ્‌નોના કોષ્ટક અને તેના સ્થાપત્યના નકશા જે અહીં પુસ્તકમાં રજૂ કરેલા છે તે જોયા પછી મંડલની સફર વધુ આનંદપ્રદ રહેશે. અહીં માત્ર સરળ-મંડલ (ગુરુને સમર્પિત), તિબેટન-મંડલ (થાન્ગ્કા), મંત્ર-મંડલ અને ઝેન્ડાલા પ્રસ્તુત છે. પ્રત્યેક મંડલ પોતે આગવું સ્વરૂપ છે અને આંતરિક અસ્તિત્વ સાથે પણ સંકલિત થઈ જાય છે. કોઈ પણ પૃષ્ઠ ખોલી, ગમે ત્યારે જોઈ શકો કે વાંચી શકો.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 188
  • Language: Gujarati
Rs. 600.00