Menu
Your Cart

Kitchen Poems (Gujarati) By Dhiruben Patel

Kitchen Poems (Gujarati) By Dhiruben Patel
Kitchen Poems (Gujarati) By Dhiruben Patel
શું રસોડું હજુય ઘરનું સૌથી અન્ડર-રેટેડ અંગ છે? કદાચ. રસોડું એવી જગ્યા છે, જ્યાં માત્ર ખાવાનું જ નથી રંધાતું, જ્યાં કેવળ વાનગીઓની સોડમ નથી ફેલાતી. અહીં તો સ્ત્રીનાં મન-હૃદયમાં ઘણું બધું બને છે, બાહ્ય અને આંતરિક સ્તરે. ધીરુબહેન પટેલ રચિત ‘કિચન પોએમ્સ’ ને સ્થૂળ નારીવાદી સંગ્રહ ગણી લેવાની ભૂલ કરવા જેવી નથી. અહીં સંગ્રહાયેલી સો કવિતાઓમાં કેવળ સ્ત્રીત્વ નહીં, પણ મનુષ્યત્વ અને રસોડા વચ્ચેનો વિશિષ્ટ સંબંધ ઝિલાયો છે. અહીં વિષાદ અને રૂંધામણ છે તો સાથે સાથે ઉલ્લાસ અને રાજીપો પણ છે. અહીં સહજપણે ઊભી થયેલી ઓળખની નિરાંત છે, તો ભૂંસાઈ રહેલી આઇડેન્ટિટીનો કણસાટ પણ છે. પ્રસ્તાવનામાં કહેવાયું છે તેમ, સમાજ, ઘર અને આંતરિક સંબંધો પર ધર્મસ્થળો કરતાં આપણાં રસોડાં વધારે પ્રકાશ ફેંકે છે. અંગ્રેજી અને જર્મન સહિત કેટલીયે ભાષાઓ ઉપરાંત રંગમંચ સુધ્ધાં પર પ્રવાસ કરી ચૂકેલાં આ કાવ્યો ભાવકને એક અલગ જ ભાવવિશ્વમાં લઈ જાય છે. તૃપ્તિનો ઓડકાર લાવી દે એવું અતિ વિશિષ્ટ, અતિ સુંદર પુસ્તક.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 112
  • Language: Gujarati
Rs. 200.00