Menu
Your Cart

Aum Ek Antaryatraa By Kalpana Palkhiwala

Aum Ek Antaryatraa By Kalpana Palkhiwala
Aum Ek Antaryatraa By Kalpana Palkhiwala
ૐ રહસ્યમય અવાજ, પ્રતીક અને મંત્ર તરીકે નોંધપાત્ર પવિત્ર સ્થાન ધરાવે છે અને બૌદ્ધ, હિંદુ, અને જૈન ધર્મો તેમજ કેટલાક ગૂઢ અધ્યયન કરતાં જૂથોમાં એનો ઉપયોગ થાય છે. ભારતના અતિ પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં એનું ‘ગીત’ અથવા ‘જપ’ તરીકે અર્થઘટન કરાયું છે.ભાષા સંસ્કૃતિમાં પ્રવેશનો દરવાજો છે જે, એ વિસ્તારના લોકો, એમનાં મૂળ, કલા, સ્થાપત્ય અને અન્ય બાબતો જણાવે છે. આ ચિત્રોના સમુચ્ચયમાં કલ્પના પાલખીવાલાએ ૐ શબ્દને પ્રાદેશિક ઉદ્‌ભવ, એ વિસ્તારના ભૌગોલિક સૌંદર્ય અને એના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વચ્ચે સમાવ્યો છે. ભારત અને એશિયાના દેશોમાં ૐ કેટલો સુસંગત છે એનું સમજપૂર્વક ગહન વર્ણન આપ્યું છે.આ કલાત્મક કૃતિઓ આંખ થકી મનને ખૂબ આકર્ષે છે, પરંતુ એનો ખરો અર્થ માત્ર આનંદવા કરતાં યે વિશેષ છે, દર્શકોને આ કલાકૃતિની ભીતર રહેલા ગૂઢાર્થને ઉકેલવા એ આહ્‌વાન આપે છે. બ્રહ્માંડમાં વારંવાર પડઘાતો આ અવાજ દરેક વ્યક્તિની ભીતરે એક બિંદુમાંથી ઉદ્ભવે છે, સરહદો ઓળંગે છે અને તેને બ્રહ્માંડની સફરે લઈ જાય છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 166
  • Language: Gujarati
Rs. 700.00