We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Karaar By Rajendra Patel

Karaar By Rajendra Patel
Karaar By Rajendra Patel
from
₹ 150
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 80
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

“કરાર” એટલે બે પક્ષકારો વચ્ચે થયેલ સમજૂતીનો લેખિત પુરાવો. જેમાં એક પક્ષકારની દરખાસ્ત અને બીજાની સ્વીકૃતિને કાયદાકીય મહોર મારવામાં આવે છે. પરંતુ કુદરત અને માનવી વચ્ચે પણ એક વણલખ્યો કરાર અસ્તિત્વ ધરાવે છે. જે અનુસાર કુદરત વગર કોઈ અપેક્ષાએ માત્ર વિશ્વાસની રુએ માનવીને શ્વાસ, જળ, કિરણો, અન્નની ભેટ આપે છે. કુદરત અને માનવી વચ્ચેનાં આ મૂક કરારને સંવેદનશીલ શૈલીમાં વાચા આપીને એક અનેરું ભાવવિશ્વ રચે છે કવિ રાજેન્દ્ર પટેલ. રોજીંદા જીવનની ઘટમાળ, વસ્તુઓ કે આપણી આસપાસના પાત્રો જેને આપણે અવગણતા હોઈએ છીએ જેને કવિએ પોતાના કાવ્યોનો વિષય બનાવ્યા છે. જેમ કે બારી, દર્પણ, અંધારું, દડો, ટાયર, કડિયો, મોચી, વૃક્ષ, પગથિયાં, વગેરે. સાવ સામાન્ય લાગતાં આ દ્રશ્યો કવિની નજરે ચડીને કાવ્યનું સ્વરૂપ પામ્યાં છે. પ્રસ્તુત સંગ્રહમાં દરેક કાવ્યનું પોતાનું અલગ ભાવવિશ્વ છે. જે ભાવકને આંગળી પકડીને કાવ્યતત્વ તરફ દોરી જાય છે અને આસ્વાદ પછી ભાવકને ચોટદાર અનુભૂતિ કરાવે છે. સરળ શબ્દો અને સહજ પ્રસ્તુતિ સાથે સર્જાયેલા આ કાવ્યો ભાવકને જીંદગી પ્રત્યેનો અલગ પરિપ્રેક્ષ્ય આપી એનાં હૃદયને સંવેદનશીલતાથી તરબતર કરી મૂકે છે .  સાવ સાધારણ લાગતા પ્રતીકો સાથે અસાધારણ રચનાઓ નીપજાવી આજના વાચકને સ્પર્શે તેવા કાવ્યોનો સંપૂટ “કરાર” કવિ રાજેન્દ્ર પટેલની જીવન પ્રત્યેની સૂક્ષ્મ સંવેદનાઓનો દસ્તાવેજ છે. જે સર્જક અને ભાવક વચ્ચે અનેરો ભાવસેતુ બાંધશે.

Write a review