We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Parisheelan By Anila Dalal | Shree Pustak Mandir | Anila Dalal

Parisheelan By Anila Dalal | Shree Pustak Mandir | Anila Dalal
Parisheelan By Anila Dalal | Shree Pustak Mandir | Anila Dalal
સુજ્ઞશ્રી અનિલા દલાલે ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન, સંપાદન, સંશોધન વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું છે. એ દરમિયાન તેમણે અનેક વિવેચનલેખો અને અભ્યાસલેખો આપ્યા છે. કવિતામાં તત્ત્વબોધની શરૂઆત કરનાર અગ્રણી કવિ જ્હૉન ડનથી લઈને કબીર, અખો અને રાજેન્દ્ર શાહ સુધીના કવિઓની વાત. • પ્રશિષ્ટ કવિતા વિશેની સચોટ વિભાવના રજૂ કરતો લેખ. • અલંકારો, વ્યંગ અને શબ્દધ્વનિ વચ્ચે પાંગરેલ કાવ્યતત્ત્વ વિશે વાત કરતો લેખ. • વિવિધ ભાષાના પ્રસિદ્ધ સર્જકો દ્વારા રચાયેલી કૃતિઓના અભ્યાસલેખો, જેમ કે કવિ વૉલ્ટ વ્હિટમૅનના કાવ્ય ‘લીવ્સ ઑફ ગ્રાસ’નો કવિ રાજેન્દ્ર શાહ દ્વારા થયેલ ગુજરાતી અનુવાદ. શરદબાબુની વાર્તાઓનું કથાવસ્તુ અને પાશ્ચદ્ભૂની વિસ્તૃત સમજૂતી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’ અને ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસલેખ. • અસમી સાહિત્યકાર વીરેન્દ્ર ભટ્ટાચાર્યની કૃતિ ‘ઈયારુ ઈંગમ’નો રસાસ્વાદ. તેમ જ ગુજરાતી ભાષાનાં પ્રથમ ગદ્ય લેખિકા ગણાતાં નંદકુવરબાના વિદેશપ્રવાસ પર આધારિત પુસ્તક ‘ગોમંડળ પરિક્રમ’ની સમીક્ષા. • કાવ્ય-સિદ્ધાંત અને કૃતિઓનાં વિવિધ સ્વરૂપો વિશેના અભ્યાસાત્મક લેખો ધરાવતું આ પુસ્તક સાહિત્યના અભ્યાસીઓ અને રસિકો માટે એક દીવાદાંડી સમાન સાબિત થશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 250.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 180
  • Language: Gujarati
Views: 58
Sevani Sonography By Anila Patel * Sevani Sonography By Anila Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; “‘માનસસુંદરી’, ‘જીવનદેવતા’, ‘વિશ્વદેવતા’ અન..
from
Rs. 160.00
Add to Cart
રાજેન્દ્ર પટેલનાં વાચન-મનનના પરિશીલનના પરિપાકરૂપે આ પુસ્તકમાં લેખો રજૂ થયા છે. જેમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિઓ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, ઉશનસ્,..
from
Rs. 150.00
Add to Cart
ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ મહત્ત્વના કવિ અને વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના સમગ્ર સાહિત્યના અનુસંધાનમાં ‘આલોચનાત્મક નોંધો’ (Critical notes) દર્શાવતો ..
from
Rs. 750.00
Add to Cart
રવીન્દ્રનાથનાં સર્જનોમાં પ્રકટ થતું તેમનું દર્શન તેમને વિશ્વનાં સંસ્કારપુરુષોની સાથે સ્થાન આપે છે. તેમની સર્જકપ્રતિભા સાહિત્ય, સંગીત, કલા, ચિત્ર જેવાં..
from
Rs. 275.00
Add to Cart
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે...
from
Rs. 160.00
Add to Cart
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ  જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે : નચિકેત, છોડ આ ..
from
Rs. 175.00
Add to Cart
ઉમાશંકર જોશી... ગુજરાતી ભાષાના શિરમોર સાહિત્યકાર જેમણે પોતાની છ દાયકાની સર્જનસાધના દરમ્યાન ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન સાહિત્યવારસો આપ્યો છે. આ પ્રશિષ્..
from
Rs. 1,750.00
Add to Cart