We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Maun Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Maun Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Maun Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Maun Ekbijanu By Kaajal Oza Vaidya
  • Binding: Paperback
  • Pages: 144
  • Language: Gujarati
Views: 29
All over India Fast Shipping Via courier or India Post.
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રેમ છે. દર્પ-અહંકારનું સૌથી મોટું પ્રતીક દર્પણ છે, જેમાં દર્પને પંપાળવાની મજા આવે છે, એ જ તો દર્પણ છે. પોતાના ચહેરાથી વધુ મહત્ત્વનું જગતમાં કશું હોઈ શકે જ નહીં એ લાગણી દર્પણ જગાડે છે અને એ લાગણીને વધુ ને વધુ ભડકાવે છે. દર્પણથી સહેજ દૂર જઈને જોઈએ તો જ ખબર પડે કે આખું જગત જીવે છે... [ પુસ્તકના ‘વો લોગ જો જ્યાદા જાનતે હૈં, ઇન્સાન કો કમ પહચાનતે હૈં’ લેખમાંથી ] લગ્નનો સંબંધ પરસ્પર વિશ્વાસ, સ્નેહ, પ્રેમ, સમજદારી, સમર્પણ, વગેરે વગેરે શબ્દો સાથે જોડાયેલો છે, પરંતુ એમાં સેક્સ કે શારીરિક સંબંધોનું મહત્ત્વ તદ્દન નકારી શકાય એવું તો નથી જ. આ સમાજમાં ફેલાતી બેફામ સેક્સ્યુઆલિટી કે મનફાવતા શારીરિક સંબંધોને નિયંત્રિત કરવા માટે લગ્નની સંસ્થા અમલમાં આવી. એક પુરુષ અનેક પત્નીને પરણી શકે એવા નિયમમાંથી ભારતીય બંધારણે એક સ્ત્રી અને એક પુરુષનો કાયદો ઘડ્યો. ફિડાલિટી અથવા વિશ્વસનીયતા એ લગ્નની જરૂરી બાબત ગણવામાં આવી. પતિ-પત્નીએ લગ્નમાં હોય ત્યાં સુધી એકમેકને વફાદાર રહેવું, એક પત્ની જીવતી હોય ત્યારે બીજાં લગ્ન થઈ શકે નહીં... વગેરે વગેરે અધિકારો અને સમજણ ભારતીય બંધારણે હિન્દુ મૅરેજ ઍક્ટ નીચે ઊભાં કર્યાં, પરંતુ આમાં લગ્નના અધિકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વસ્થ અને યુવાન પત્ની પોતાના પતિને એના લગ્નના અધિકારો માણતાં કે ભોગવતાં રોકી શકે નહીં, આવી જ રીતે સ્વસ્થ અને યુવાન પતિએ પોતાની પત્નીની શારીરિક જરૂરિયાતોને સંતોષવી એ કાયદામાં જરૂરિયાત ગણવામાં આવી છે. [ પુસ્તકના ‘યે ‘ભોગ’ ભી એક તપસ્યા હૈ...’ લેખમાંથી ] માટે કે એકબીજાની પોલ ખોલવા માટે આ સોશિયલ સાઇટનો ઉપયોગ કરતા રહીએ છીએ. આપણે માટે આ મફત છે... ઇન્ટરનેટ સિવાયના કોઈ પૈસા આપણે ચૂકવવા પડતા નથી. ગમે તેટલા કલાકો આપણે ઝઘડવામાં, પ્રેમ કરવામાં કે બીજાની જિંદગીમાં ડોકાચિયાં કરવા માટે વાપરીએ, ઝુકરબર્ગ આપણી પાસેથી પૈસા માગતો નથી એટલે આપણને લાગે છે કે, મફતની આટલી પંચાત... કે પબ્લિસિટી, મજાની વાત છે, પરંતુ જેટલા લોકો આ સોશિયલ સાઇટ ઉપર આવે છે એ તમામ લોકોને પરાણે જોવી પડતી ઍડ્‌વર્ટાઇઝમેન્ટ ઝુકરબર્ગની આવકનું સાધન છે. કોઈકની આવકનું સાધન બનીને આપણે જ જગતભરને મનોરંજન પૂરું પાડીએ છીએ એ વાતની આપણને ખબર પણ નથી! આશ્ચર્યની વાત એ છે કે, આપણે આપણા નિકટના દોસ્તો કે સ્વજનોને આપણી જિંદગીમાં દખલ દેવાની પરવાનગી નથી આપતા, પરંતુ જગત આખાને આપણાં સુખ-દુઃખ અને વિચારો જણાવવામાં આપણને વાંધો નથી. [ પુસ્તકના ‘ફેસબુકઃ ઝઘડા કરવા જાહેરમાં કેમ જવું પડે?’ લેખમાંથી ]

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Krushnayan by Kajal Oza Vaidya
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિ..
from
Rs. 200.00
Add to Cart
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે ..
from
Rs. 200.00
Add to Cart
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ ..
from
Rs. 200.00
Add to Cart
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ ..
from
Rs. 200.00
Add to Cart
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોક..
from
Rs. 200.00
Add to Cart
અનિશા અને કિશનની પ્રણયકથા... આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી... પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે. પ્રેમ આપણ..
from
Rs. 650.00
Add to Cart
Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara’s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the w..
from
Rs. 450.00
Add to Cart