We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Padpranjali By Harish Meenashru

Padpranjali By Harish Meenashru
Padpranjali By Harish Meenashru
from
₹ 175
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 96
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, - પદપ્રાંજલિનાં પદો નોખી નોખી રીતે ભજનનું હાર્દ પ્રકટાવે છે. પારભૌતિક રહસ્યમયતાને સ્પર્શતો ભાષાયોગ આ પદોની વિશિષ્ટતા છે. આમ તો આ બધાં જ પદો એકસમાન લયબંધારણ અને પંક્તિપિંજરમાં બદ્ધ છે, છતાં વિલક્ષણ કલ્પનો, ભાવાનુકૂલ પદાવલિ અને પદવિશેષ ભાષાકર્મ  પ્રત્યેક પદને નવતા અને અન્-અન્યતા બક્ષે છે. કવિ પરના તા. ૧૨ જાન્યુઆરી ૨૦૦૧ના પત્રમાં આપણા મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ કહે છે: ‘...પદપ્રાંજલિનાં પદોમાં કેટલી છટા તમે દાખવી! - વાંચું ને મુગ્ધ થાઉં. એક તરંગ હૃદયમાંથી ઊઠી જાણે આખા અસ્તિત્વને આંદોલિત કરી જાય,- ધન્ય. કવિમિત્રોનાં રચાતાં કાવ્યો પર નજર ફરી તો વળે છે, પરંતુ આની અનુભૂતિ જુદી જ છે. તમને એ કેવી રીતે જણાવું? તમે સ્ફુરણ વખતે જે ભાવ અનુભવતા હશો એવો જ કંઈક.’ ‘શબ્દસૃષ્ટિ’ના દીપોત્સવી ગીત વિશેષાંક (નવેમ્બર ડિસેમ્બર ૨૦૦૦)-માં પ્રકટ થયેલી પ્રશ્નોત્તરીમાં રાજેન્દ્ર શાહ ‘ગુજરાતી ભાષાના પાંચ ઉત્તમ ગીતો’માં પદપ્રાંજલિના પદને સ્થાન આપતાં કહે છે: ‘...હમણાં જ, આ વર્ષના ‘પરબ’ના ઓકટોબરના અંકમાં આવેલાં ‘પદપ્રાંજલિ’નાં આઠ પદોમાંથી સવિશેષ રીતે સાતમું ‘સાધો, સ્નેહી તું સમરથનો’.  ગુજરાતી ગીત કવિતાનો રમ્ય હૃદ્ય સ્વર છે આ સંગ્રહ ‘પદપ્રાંજલિ’.

Write a review