We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Karaar By Rajendra Patel | Shree Pustak Mandir | Rajendra Patel

Karaar By Rajendra Patel | Shree Pustak Mandir | Rajendra Patel
Karaar By Rajendra Patel | Shree Pustak Mandir | Rajendra Patel
“કરાર” એટલે બે પક્ષકારો વચ્ચે થયેલ સમજૂતીનો લેખિત પુરાવો. જેમાં એક પક્ષકારની દરખાસ્ત અને બીજાની સ્વીકૃતિને કાયદાકીય મહોર મારવામાં આવે છે. પરંતુ કુદરત અને માનવી વચ્ચે પણ એક વણલખ્યો કરાર અસ્તિત્વ ધરાવે છે. જે અનુસાર કુદરત વગર કોઈ અપેક્ષાએ માત્ર વિશ્વાસની રુએ માનવીને શ્વાસ, જળ, કિરણો, અન્નની ભેટ આપે છે. કુદરત અને માનવી વચ્ચેનાં આ મૂક કરારને સંવેદનશીલ શૈલીમાં વાચા આપીને એક અનેરું ભાવવિશ્વ રચે છે કવિ રાજેન્દ્ર પટેલ. રોજીંદા જીવનની ઘટમાળ, વસ્તુઓ કે આપણી આસપાસના પાત્રો જેને આપણે અવગણતા હોઈએ છીએ જેને કવિએ પોતાના કાવ્યોનો વિષય બનાવ્યા છે. જેમ કે બારી, દર્પણ, અંધારું, દડો, ટાયર, કડિયો, મોચી, વૃક્ષ, પગથિયાં, વગેરે. સાવ સામાન્ય લાગતાં આ દ્રશ્યો કવિની નજરે ચડીને કાવ્યનું સ્વરૂપ પામ્યાં છે. પ્રસ્તુત સંગ્રહમાં દરેક કાવ્યનું પોતાનું અલગ ભાવવિશ્વ છે. જે ભાવકને આંગળી પકડીને કાવ્યતત્વ તરફ દોરી જાય છે અને આસ્વાદ પછી ભાવકને ચોટદાર અનુભૂતિ કરાવે છે. સરળ શબ્દો અને સહજ પ્રસ્તુતિ સાથે સર્જાયેલા આ કાવ્યો ભાવકને જીંદગી પ્રત્યેનો અલગ પરિપ્રેક્ષ્ય આપી એનાં હૃદયને સંવેદનશીલતાથી તરબતર કરી મૂકે છે .  સાવ સાધારણ લાગતા પ્રતીકો સાથે અસાધારણ રચનાઓ નીપજાવી આજના વાચકને સ્પર્શે તેવા કાવ્યોનો સંપૂટ “કરાર” કવિ રાજેન્દ્ર પટેલની જીવન પ્રત્યેની સૂક્ષ્મ સંવેદનાઓનો દસ્તાવેજ છે. જે સર્જક અને ભાવક વચ્ચે અનેરો ભાવસેતુ બાંધશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 150.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 80
  • Language: Gujarati
Views: 52
Avagat By Rajendra Patel * Avagat By Rajendra Patel * * Gujarati Book * Buy Now | Buy book online અવગત રાજેન્દ્ર પટેલ દ્વારા..
from
Rs. 0.00
Out Of Stock
રાજેન્દ્ર પટેલ કવિ થયા ત્યારે આરંભમાં કેવાં અને કયાં કાવ્યો રચ્યાં એ આ સંગ્રહમાં સચવાયાં છે. સંગ્રહનાં બધાં કાવ્ય છંદમાં છે. લો, ગણગણો, પછી મમળાવો... ..
from
Rs. 90.00
Add to Cart
કવિ રાજેન્દ્ર પટેલના પહેલા કાવ્યસંગ્રહ ‘કોશમાં સૂર્યોદય’માં એકકોષીનું બહુકોષીમાં રૂપાંતરની પ્રક્રિયાની આરંભેલી શોધ ‘વસિયતનામું’ સુધી વિસ્તરી છે. પહેલી..
from
Rs. 130.00
Add to Cart
કવિ રાજેન્દ્ર પટેલનો ‘એક શોધપર્વ’ પછીનો આ પાંચમો કાવ્યસંગ્રહ એના નામમાં રહેલા વિષયને લઈને વિશિષ્ટ ભાત પાડે છે. કવિ કહે છે, “આ કાવ્યસંગ્રહમાં પરંપરાનો ..
from
Rs. 125.00
Add to Cart
‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના ..
from
Rs. 140.00
Add to Cart
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; “‘માનસસુંદરી’, ‘જીવનદેવતા’, ‘વિશ્વદેવતા’ અન..
from
Rs. 160.00
Add to Cart
રાજેન્દ્ર પટેલનાં વાચન-મનનના પરિશીલનના પરિપાકરૂપે આ પુસ્તકમાં લેખો રજૂ થયા છે. જેમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિઓ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, ઉશનસ્,..
from
Rs. 150.00
Add to Cart
સાહિત્યિક નિબંધોનું આ પુસ્તક રાજેન્દ્ર પટેલનાં સર્જનાત્મક લેખન અને વિવેચકીય દૃષ્ટિકોણને દર્શાવે છે. પુસ્તકમાં ભોગીલાલ ગાંધી અને નારાયણ દેસાઈ તથા નિરંજ..
from
Rs. 125.00
Add to Cart