We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Bipolar Disorder By Dr. Mrugesh Vaishnav | Shree Pustak Mandir | Dr. Mrugesh Vaishnav

Bipolar Disorder By Dr. Mrugesh Vaishnav | Shree Pustak Mandir | Dr. Mrugesh Vaishnav
Bipolar Disorder By Dr. Mrugesh Vaishnav | Shree Pustak Mandir | Dr. Mrugesh Vaishnav
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ, જેઓ આપણા ઘરની ડિઝાઇન બનાવે છે, જેમણે સારાં કાવ્યો કે ચિત્રો બનાવ્યાં છે, જેમની પાસેથી આપણે સવારનું છાપું ખરીદીએ છીએ, જેઓ પાસે આપણને રોજબરોજનાં નાનાં-મોટાં કામ પડે છે. હા, આ લોકો આપણી વચ્ચે જ રહે છે. એ હું અને તમે પણ હોઈ શકીએ છીએ. મૂડમાં નાના-મોટા ફેરફાર આપણે બધા રોજબરોજ અનુભવીએ છીએ અને ફરી પાછા સ્વસ્થ થઈ જઈએ છીએ. પરંતુ કેટલાક એવા લોકો છે જેઓ તેમના મૂડમાં થતા ફેરફાર ઉપર કાબૂ ધરાવી શકતા નથી. આપણા મૂડમાં આવતા ચઢાવ-ઉતાર ક્યારેક આપણને પ્રસિદ્ધિના શિખરે બેસાડે છે, તો ક્યારેક નાલેશીની ગર્તામાં ડુબાડે છે. આ મૂડમાં આવતા ફેરફાર જ આપણા સ્વભાવની વિચિત્રતા, આપણાં લફરાંઓ અને આપણી સિદ્ધિઓ માટે જવાબદાર હોય છે. અસમતોલ મૂડ ધરાવતો માણસ કોઈના પ્રેમમાં પણ પડી શકે છે અને બધી જ ઇજ્જત-આબરૂ ઘડીના છઠ્ઠા ભાગમાં ધરાશાયી પણ કરી શકે છે. મહેનતથી એકઠું કરેલું ધન પણ વેડફી નાખી શકે છે. દારૂ, ગાંજા, અફીણ, જુગાર કે ગેમિંગનો વ્યસની પણ બની શકે છે. અનૈતિક અને અસામાજિક કૃત્ય પણ કરી શકે છે અને ક્યારેક પોતાના જીવનનો અંત પણ આણી શકે છે. આ પુસ્તકમાં આવા બધા જ માણસોની વાત કરાઈ છે. તેમની વાતો તમે જાણશો અને તેમના ઉલેચાયેલા આંતરમનનો તાગ મેળવવાની કોશિશ કરશો તો તમને જણાશે કે આપણામાં અને એમનામાં કોઈ જ તફાવત નથી. એટલે જ તેમની આવી બીમાર મનોસ્થિતિને સ્વીકારી સમાજના સામાન્ય પ્રવાહમાં તેમને ભેળવવા માટેની તમામ કોશિશો આપણે કરવી જોઈએ.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 400.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 292
  • Language: Gujarati
Views: 89
Depression By Dr.Mrugesh Vaishnav * Depression By Dr.Mrugesh Vaishnav * * Gujarati Book * Buy Now | Buy book online ડૉ. મૃગેશ વૈષ્ણવ દ્વારા ડિપ્રેશન..
from
Rs. 0.00
Out Of Stock
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિ..
from
Rs. 200.00
Add to Cart
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ ..
from
Rs. 200.00
Add to Cart
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રે..
from
Rs. 200.00
Add to Cart
આપણે આધ્યાત્મિક સંસ્કૃતિના વારસદારો છીએ. આપણે સંતો-મહંતો, ઋષિઓ અને શાસ્ત્રોના માણસો છીએ. આપણે ભારતીયો છીએ. આપણને ભારતીય હોવાનો ગર્વ છે. મારા લોહીમાં ..
from
Rs. 175.00
Add to Cart
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્‌વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચા..
from
Rs. 225.00
Add to Cart
ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્‌ભવે છે.’ જેમ..
from
Rs. 450.00
Add to Cart
આપણે કશુંક સાંભળીએ છીએ. આંખથી જોઈએ છીએ. વાંચીએ છીએ અને વિચારતાં પણ રહીએ છીએ. આ બધું ગ્રહણ કર્યા પછી આપણે બોલીએ છીએ અને લખીએ છીએ. બોલવું અને લખવું એ આમ..
from
Rs. 275.00
Add to Cart