Bharate Bhagvan By Barjorji Hirjibhai Anginyear | Shree Pustak Mandir | Mantra Tantra Yantra-Gujarati
Ask a Question About This Product
પ્રસ્તાવના
દુનિયામાં પરમાત્માએ પેદા કરેલી અદ્ભૂત ચીજો-શક્તિઓ અને તેથી નીપજતા ચમત્કારી ઘણી વખત મનુષ્યને તાજુબી પમાડે છે અને તેથી ઘણા જનો એવી શંકા લાવે છે કે, તે ચમત્કારો ખરા નહિ પણ ખોટા છે. પરંતુ તેમ નથી. પરમાત્માએ આ જગતમાં જે ચમત્કાર થવા સમજ્યા છે તથા જે સમજવા તેને જાણવા જે નિયમો નિયમન થયેલા છે તે સદ્ગુરુ દ્વારા યોગ્ય વિધિ અનુસાર જો જાણવામાં આવે તો તેના ખરાપણા માટે શંકા રહેશે નહિ.
નિષ્ફળ ગયેલા અભિલાષીજનોને અમે જણાવીએ છીએ કે સ્વાર્થ વગરનાં ખરા ગુરુ દ્વારા નિષ્કામ વૃત્તિથી ભગવાનની પૂર્ણ ભક્તિ સાથે દરેક કાર્યની સાધના કરવી અગત્યની છે. ઘણી વખત સ્વાર્થી મંત્ર શીખવનારાઓ બીજાને ઠગે છે. વળી શીખવનારાઓમાં શુદ્ધ હૃદય અને એકાગ્રવૃત્તિ હોતી નથી. ત્રીજું ચોક્કસ શ્રદ્ધા હોતી નથી. વળી મંત્રશાસ્ત્રોના શબ્દો અર્થ વગરના હોય છે. વિધિયુક્ત કાર્ય સાધવામાં આવતું નથી વિગેરે.
ઉપરના કારણોથી શીખનાર સમૂહ નિષ્ફળ જાય છે અને મંત્ર ખોટા છે એમ કહે છે, પરંતુ તેથી કંઈક મંત્ર ખોટા છે એમ સમજવું નહિ. આ સંબંધમાં વિશેષ માહિતી અમોએ આ પુસ્તકથી શરૂઆતમાં વાંચવા લાયક એ મથાળા નીચે આપેલી હકીકતથી સમજાશે.
આ પુસ્તકનું નામ ભારતે ભગવાન આપવામાં આવ્યું છે. એનો અર્થ એટલો જ છે કે ભગવાનની કૃપાથી ઉત્પન્ન થયેલા જીવો, વસ્તુઓની અદ્ભૂત ચમત્કારી કથા એવો છે. આ પુસ્તકમાં અસંખ્ય એવા અદ્ભૂત લોપ્રચલિત ચમત્કારો બતાવવામાં આવ્યા છે. દાખલા તરીકે સિદ્ધ પુરુષોના ચમત્કારીની કથાઓ, ઈંદ્રજાળ, પરલોક વિદ્યા, સામુદ્રિક શાસ્ત્ર, યોગશાસ્ત્ર, શુકનાવળી, પ્રયોગો, વનસ્પતિજ્ઞાન અને વર્ગીકરણ મંત્ર, તંત્ર વિગેરે,
ઉપરના કાર્યોં સાધ્ય થાય તેની યોગ્ય વિધિ માણસે જાણવી જોઈએ તે આ પુસ્તકમાં પૂર્ણ માહિતી સાથે બતાવવામાં આવી છે.
આ પુસ્તકમાં સમાવેલી બાબત અદ્ભુત ખજાનો છે. જેથી જિજ્ઞાસુઓ અમે લખેલી અને સમજાવેલી રીતે જ પ્રયોગ કરશે તો દાદગરદાવર તેની હાંસલ કર્યા વિના રહેશે નહિં. મુરાદ
આ પુસ્તકમાં સમાવેલા કેટલાક અગત્યના વિષયો હિન્દુ, પારસી મુસલમાન અને અંગ્રેજ ભાઈઓના શાસ્ત્રો સાથે તથા જેમાં જણાવેલાં ખુદાઈ કામો સાથે સરખામણી કરી.
દરેક ધર્મવાળાને અનુકૂળ આવે તેવી રીતે આ પુસ્તકની ગૂંથણીકરવા અમોએ બનતો પ્રયત્ન કર્યો છે.
આ પુસ્તકની છેવટે આપેલા નજુમે, દાનેશ્તના અગત્યના કોઠા તપાસી વાંચનાર નિરાશ થતાં તેના પર શ્રદ્ધા રાખી અમોએ બતાવેલી રીતે ખુદાની બંદગી કરીને જો તે જાણવા ચહાશે તો ખરેખર તેના સઘળા ટાળા ખરા પડ્યા વિના રહેશે નહિં.
આખર ખુદા પર શ્રદ્ધા રાખી શુદ્ધ હૃદયે પુસ્તક વાંચવા હું મારા સંઘળા બિરાદરોને વિનંતી કરું છું.
Bharate Bhagvan By Barjorji Hirjibhai Anginyear * Bharate Bhagvan By Barjorji Hirjibhai Anginyear * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online bharat e bhagwan
ભારતે ભગવાન બરજોરજી હીરજીભાઈ અંગીનયર દ્વારા- Available: Out Of Stock
- Publisher: Gaurav Publication
- Binding: Hardcover
- Pages: 384
- Language: Gujarati