We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Aantarman By Ashok Damani

Aantarman By Ashok Damani
Aantarman By Ashok Damani
from
₹ 135

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાક સમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણું શીખવાડ્યું છે. એવાઓની સાથે મારા વ્યવહારમાં મેં કાયમ નરી નિખાલસતા કે પૂરેપૂરા કપટથી કદાચ વ્યવહાર નહીં કર્યા હોય! અને વળી મેં મારા સહપ્રવાસીઓ સાથે અણિશુદ્ધ વર્તનો કર્યાં જ હશે તેમ પણ હું ખાતરીથી કહી શકવાની સ્થિતિએ ક્યાં છું? જોકે, હાલ હું દુઃખી પણ નથી અને વળી સંપૂર્ણ સુખી પણ નથી. મને લાગે છે કે મારે એક વ્યક્તિને મળવાની ખાસ જરૂર હતી અને છે, જે શરૂથી જ મારી સાથે પડછાયાની પેઠે મુસાફરીમાં રહેલો છે. આ એક એવી પ્રતિભા છે જે મને બરાબર ઓળખે છે. હું કદાચ એમ પણ કહી શકું કે આ મહાનુભાવથી હું અંજાયેલો છું અને વળી એનાથી ઘણી વખત ડરું પણ છું. આ એક એવી વ્યક્તિ છે કે જે મને ધારે ત્યારે કપડાં વગરનો કરીને મારી ગંદકીને બહાર કાઢી મારી રેવડી દાણાદાર કરી-કરાવી શકે છે. મારે એને મળવાની જરૂર હતી કે નહીં? તેવા વિચારો પણ મને ઘણીવાર આવેલા છે.

Write a review