Menu
Your Cart

Bipolar Disorder By Dr. Mrugesh Vaishnav

Bipolar Disorder By Dr. Mrugesh Vaishnav
Bipolar Disorder By Dr. Mrugesh Vaishnav
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ, જેઓ આપણા ઘરની ડિઝાઇન બનાવે છે, જેમણે સારાં કાવ્યો કે ચિત્રો બનાવ્યાં છે, જેમની પાસેથી આપણે સવારનું છાપું ખરીદીએ છીએ, જેઓ પાસે આપણને રોજબરોજનાં નાનાં-મોટાં કામ પડે છે. હા, આ લોકો આપણી વચ્ચે જ રહે છે. એ હું અને તમે પણ હોઈ શકીએ છીએ. મૂડમાં નાના-મોટા ફેરફાર આપણે બધા રોજબરોજ અનુભવીએ છીએ અને ફરી પાછા સ્વસ્થ થઈ જઈએ છીએ. પરંતુ કેટલાક એવા લોકો છે જેઓ તેમના મૂડમાં થતા ફેરફાર ઉપર કાબૂ ધરાવી શકતા નથી.આપણા મૂડમાં આવતા ચઢાવ-ઉતાર ક્યારેક આપણને પ્રસિદ્ધિના શિખરે બેસાડે છે, તો ક્યારેક નાલેશીની ગર્તામાં ડુબાડે છે. આ મૂડમાં આવતા ફેરફાર જ આપણા સ્વભાવની વિચિત્રતા, આપણાં લફરાંઓ અને આપણી સિદ્ધિઓ માટે જવાબદાર હોય છે. અસમતોલ મૂડ ધરાવતો માણસ કોઈના પ્રેમમાં પણ પડી શકે છે અને બધી જ ઇજ્જત-આબરૂ ઘડીના છઠ્ઠા ભાગમાં ધરાશાયી પણ કરી શકે છે. મહેનતથી એકઠું કરેલું ધન પણ વેડફી નાખી શકે છે. દારૂ, ગાંજા, અફીણ, જુગાર કે ગેમિંગનો વ્યસની પણ બની શકે છે. અનૈતિક અને અસામાજિક કૃત્ય પણ કરી શકે છે અને ક્યારેક પોતાના જીવનનો અંત પણ આણી શકે છે. આ પુસ્તકમાં આવા બધા જ માણસોની વાત કરાઈ છે. તેમની વાતો તમે જાણશો અને તેમના ઉલેચાયેલા આંતરમનનો તાગ મેળવવાની કોશિશ કરશો તો તમને જણાશે કે આપણામાં અને એમનામાં કોઈ જ તફાવત નથી. એટલે જ તેમની આવી બીમાર મનોસ્થિતિને સ્વીકારી સમાજના સામાન્ય પ્રવાહમાં તેમને ભેળવવા માટેની તમામ કોશિશો આપણે કરવી જોઈએ.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 292
  • Language: Gujarati
Rs. 400.00