We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Jay by Devdutt Pattanayak

Jay by Devdutt Pattanayak
New
Jay by Devdutt Pattanayak
from
Rs. 725.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Jay by Devdutt Pattanayak
  • Binding: Paperback
  • Pages: 382
  • ISBN: 9788197235009
  • Language: Gujarati
Views: 12
મહાભારત - અધર્મ પર ધર્મની જીત પ્રસ્થાપિત કરતું પ્રાચીન મહાકાવ્ય...
દેવદત્ત પટ્ટનાયક - વેદ, પુરાણ અને ઉપનિષદોના અભ્યાસુ અને પ્રસિદ્ધ માયથોલૉજિસ્ટ.
‘જય’ - મહાભારતનું મૂળ નામ. આ મૂળ નામની જેમ જ તેમાં રહેલા મૂળ ભાવાર્થ લોકો સુધી પહોંચાડવા દેવદત્ત પટ્ટનાયકે પોતાની સરળ અને રસપ્રદ શૈલીમાં લખ્યું પુસ્તક. જેની બે લાખથી વધુ નકલો બહાર પડી ચૂકી છે એવું આ બેસ્ટસેલર પુસ્તક હવે ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત છે ગુજરાતીમાં, જેનો ભાવાનુવાદ કર્યો છે લોકપ્રિય લેખિકા કાજલ ઓઝા વૈદ્યે.
પાપ-પુણ્ય, શાપ-વરદાન, ધર્મ-અધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી આ કથા અનેક પ્રશ્નો સર્જે છે. એ પ્રશ્નોનું તર્કસંગત અર્થઘટન કરતું આ પુસ્તક વાચકને મહાભારતના સત્ય તરફ દોરી જાય છે અને આ કથાના ઉદ્દેશને સાર્થક કરે છે.
નેપાલથી લઈને ઇન્ડોનેશિયા સુધી અને ગુજરાતથી લઈને તામિલનાડુ સુધી કહેવાતી અને સંભળાતી આ ગાથામાં સ્થળ અને કાળ પ્રમાણે પ્રસંગો અને પાત્રો ઉમેરાતાં ગયાં. આ ક્ષેત્રીય કથાનકોના પ્રસંગોપાત્ત ઉલ્લેખ દ્વારા એક તુલનાત્મક દૃષ્ટિકોણ પણ આ પુસ્તકમાં પ્રસ્તુત કરાયો છે જે મહાભારતની વ્યાપકતાનો પુરાવો પૂરો પાડે છે.
દેવદત્તે કથાના દરેક પ્રસંગનું પોતે જ દોરેલાં આશરે ૨૫૬ ચિત્રો દ્વારા વર્ણન કર્યું છે, જે કથાના આલેખનને યથાયોગ્ય દૃશ્ય પૂરું પાડી વાચકને અનેરો અનુભવ કરાવે છે.

Jay by Devdutt Pattanayak

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha