Menu
Your Cart

Tirchhi Najar By Rajnikumar Pandya

Tirchhi Najar By Rajnikumar Pandya
Tirchhi Najar By Rajnikumar Pandya
તીરછી નજર’ એ ‘હાસબિલોરી’ અને ‘શબ્દઠઠ્ઠા’ પછીનો રજનીકુમાર પંડ્યાની હાસ્યરચનાઓનો ત્રીજો સંગ્રહ છે.હાસ્યરચનાનું સર્જન તત્ત્વતઃ તીરછી નજરનો જ ખેલ હોય છે. હાસ્યકારને તીરછી નજરનું વરદાન મળેલું હોય છે. આ તીરછી નજરથી હાસ્યકાર માનવજીવનની વિસંગતિઓને પકડી પાડે છે ને સમભાવથી આ વિસંગતિઓનું આલેખન કરે છે. આ ‘સમભાવ’ શબ્દ ઘણો અગત્યનો છે. ઈર્ષા, રાગ-દ્વેષ, ભય, ગુસ્સો આદિ વિકારોથી મુક્ત હોય એવું ચિત્ત જ રમૂજ અનુભવી શકે છે.આપણે ત્યાં એક સ્વરૂપમાં ઉત્તમ કામ કરનાર સર્જકનું નામ એ સ્વરૂપ સાથે એવું અવિનાભાવે જોડાઈ જાય છે કે બીજાં સ્વરૂપોની એની કામગીરીની યોગ્ય સ્વીકૃતિ નથી થતી. આ કારણે ટૂંકી વાર્તા, નવલકથા કે ચરિત્રનિબંધના ક્ષેત્રે ઉત્તમ અર્પણ કરનાર રજનીકુમાર પંડ્યાની ગણતરી સામાન્ય રીતે હાસ્યલેખકોમાં નથી કરાતી, પણ ‘તીરછી નજર’ની હાસ્યવાર્તાઓ તો રજનીકુમારને ગુજરાતી ભાષાના અગ્રણી હાસ્યલેખકોની પંગતમાં માનભર્યું સ્થાન અપાવે એવી સક્ષમ છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 176
  • Language: Gujarati
Rs. 300.00