Menu
Your Cart

Styling at the Top (Gujarati) By Jayshree Shetty

Styling at the Top (Gujarati) By Jayshree Shetty
Styling at the Top (Gujarati) By Jayshree Shetty
Styling at the Top (Gujarati) By Jayshree Shetty મુંબઈનો રહેવાસી, હેરસ્ટાઇલિસ્ટ શ્રવણ કે. ભંડારી, ‘શિવા’ના નામ સાથે ચાલતી વીસ સલૂનો અને ‘સ્પા’નો સ્થાપક અને માલિક છે. વાળની માવજત કરનારા નિષ્ણાત, શિવાની યાદીમાં બોલીવુડની પ્રખ્યાત સેલિબ્રિટીઝ, અગ્રણી રાજકારણીઓ અને ધંધાકીય અગ્રણ વ્યવસાયકારોનો સમાવેશ થાય છે. તેણે સ્વપ્નાંની ચમકતી દુનિયામાં પગ મુકનાર ઘણી યુવાન પ્રતિભાઓના વાળની માવજત કરી છે. જે શિવાને બધા જાણે છે તે યુ.કે.ની બે મોભાવાળી આંત૨રાષ્ટ્રીય યુનિવર્સિટી – વિડાલ સેસુન (Vidal Sassoon) અને ટોનીગાય (TONIGLIY) નો જૂનો વિદ્યાર્થી છે. કર્ણાટકના નાનકડા ગામમાં જન્મેલ શિવા વ્યવસાયે નાયી સમુદાયમાંથી આવે છે. એની જિંદગીના પ્રારંભિક વર્ષોમાં વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો, કૌટુંબિક યાતનાઓ પણ ભોગવી. બાળપણમાં જ તેણે પિતાની છત્રછાયા ગુમાવી, પરિવારની જવાબદારીને કારણે પ્રાથમિક શિક્ષણ છોડવું પડ્યું. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે દવાના અને ખોરાકના પૈસા ન હોવાથી તેની નાની બીમાર બહેનને ગુમાવવી પડી. ઘણા વર્ષો પછી તેમની પત્નીનું કેન્સરની બીમારીમાં મૃત્યુ થયું જે અસહ્ય બની રહ્યું. શિવા તેના કાકાની હજામની દુકાનમાં તેમને મદદ કરતા વાળ કાપવાની પ્રાથમિક કળા શીખ્યો. કિશોરાવસ્થાના ભોળપણમાં તે કંઈ મહેનતાણા વગર કામ કરતો અને કાકાના હાથે અસહ્ય મારનો ત્રાસ ભોગવતો. આજે એની જિંદગી પૂર્ણતાને વરી છે અને ‘શિવા’ એક જાણીતી બ્રાન્ડ તરીકે ઓળખાય છે. શિવા તેની ઘરડી મા, તેની બીજી પત્ની અનુશ્રી (જેની સાથે તેણે પહેલી પત્નીના ગુજરી ગયા બાદ લગ્ન કર્યા છે) અને બે બાળકો – રોહિલ અને આરાધ્યા સાથે મુંબઈમાં રહે છે.
Author
AuthorJayshree Shetty

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Manjul Publising House
  • Binding: Paperback
  • Pages: 302
  • ISBN: 9789355439093
  • Language: Gujarati
Rs. 499.00