Menu
Your Cart

Sansparsh ane Vimarsh By Raman Soni

Sansparsh ane Vimarsh By Raman Soni
Sansparsh ane Vimarsh By Raman Soni
લેખકમાત્ર, એ સર્જક હોય કે વિવેચક, પોતાની કૃતિ માટે તરત પ્રતિભાવ ઇચ્છે છે. એ પ્રતિભાવ નર્યો ઉદ્દગાર હોય તો એનું આયુષ્ય ઝાકળના ચળકતા બિંદુ જેટલું હોય; પરંતુ એ પ્રતિભાવ સુચિંતિત હોય, એમાંનાં પ્રશંસા અને ટીકા વિધાયક હોય ને તાર્કિક પ્રતીતિ જન્માવનારાં હોય તો કૃતિના લેખક માટે ને વાચકો માટે એ સાર્થક બને. એથી જ સમકાલીન સાહિત્યની સમીક્ષા વિવેચનની પહેલી મહત્ત્વની પ્રવૃત્તિ ગણાય છે.વળી સમીક્ષા-અવલોકન એટલે નર્યો સપાટી પર ફેલાતો કૃતિપરિચય નહીં, પણ એ કૃતિના અંતરંગને પ્રગટ કરી શકતી, કૃતિનો સઘન સંસ્પર્શ સંપડાવતી ઓળખ એમાં ઊપસવી જોઈએ.આ પુસ્તકના પહેલા વિભાગમાં આવી, ‘સંસ્પર્શ' આપતી સમીક્ષાઓ છે અને બીજા વિભાગમાં, ‘વિમર્શ' નામે, સાહિત્યપરંપરાને કેન્દ્રમાં રાખતા મારા દીર્ઘ લેખો છે. છેલ્લો વક્તવ્યલેખ ‘પરસેવા પર પવનની લ્હેરખી' મારા વિવેચન- લેખનને ઘાટ આપનારાં પરિબળોની કેફ્યિત છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 202
  • Language: Gujarati
Rs. 375.00