Menu
Your Cart

Purna Apurna By Kaajal Oza Vaidya

Purna Apurna By Kaajal Oza Vaidya
Purna Apurna By Kaajal Oza Vaidya
વ્યક્તિ પોતે નિર્ણય નથી કરી શકતી કે એણે ક્યાં જન્મ લેવો જોઈએ, એણે શું બનીને અવતરવું જોઈએ? જેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતો હશે. આ જ વાત આપણા સમાજે શીખવાની છે! પુરુષની પૂરેપૂરી માનસિકતા ધરાવતું સ્ત્રીનું શરીર કે સ્ત્રીની સંપૂર્ણ માનસિકતા અને નજાકત ધરાવતું પુરુષનું શરીર બહુ નવાઈની વાત નથી. આપણા સમાજનો, આપણી દુનિયાનો અને આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ એ જ જગતનો હિસ્સો છે, આવા લોકો.પીંજરામાં પુરાયેલા પંખીની જેમ તરફડતા, નહીં જોઈતા શરીરમાં પુરાયેલા આત્માને મુક્ત કરી એને ઇચ્છા મુજબના શરીરમાં જીવવાનો અધિકાર હોવો જોઈએ. આપણે સહુ સ્વતંત્રતાની વાત કરીએ છીએ ત્યારે ‘સામાજિક સ્વાસ્થ્ય’નો વિચાર કરવો પડશે. વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જો અકબંધ હશે તો જ સમાજ સ્વસ્થ રહી શકશે. આવા ટ્રાન્સસેક્સ્યુઅલ વ્યકિતઓને થર્ડ સેક્સ ગણી હીજડા કે છક્કાના સંબોધન કરનારી વ્યક્તિઓએ ખરેખર પોતાનું જ્ઞાન વધારવાની જરૂર છે. એમને સમજવા કે ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાસ કરીને એવાં માતાપિતા જેમને પોતાનાં સંતાનમાં ક્યાંક અસ્વાભાવિકતા લાગતી હોય એમણે પહેલા સાઇકોલૉજિસ્ટની મદદ લેવી જોઈએ. એક જ પાત્રની વિગતો સત્યઘટના પર આધારિત,આ છે પૂર્ણ-અપૂર્ણ! આપણી ભાષામાં કશું નવું લખાતું નથી, રિસર્ચ થતું નથી.’નાં મહેણાંને ભાંગતી આધુનિક યુગની નવલકથા.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 756
  • Language: Gujarati
Rs. 950.00