Menu
Your Cart

Prem nu Sarnamu Ghazal By Vinod Manek

Prem nu Sarnamu Ghazal By Vinod Manek
Prem nu Sarnamu Ghazal By Vinod Manek
પ્રેમનો રંગ, પરમતત્ત્વમાં ઓગળી જવાની અલૌકિકતા, જીવનની વરવી વાસ્તવિકતા અને જીવનની ફિલસૂફીથી સજ્જ ગઝલકાર વિનોદ માણેક ‘ચાતક’નો નવો જ ગઝલસંગ્રહ ‘પ્રેમનું સરનામું ગઝલ’.બરછટ થઈ ગયેલી માણસની સંવેદના પર કટાક્ષ કરતો શેરચારે તરફ ભડકે બળે આખું નગર તું મોજ કરકોઈ હસે કોઈ રડે જેવી ખબર તું મોજ કર’સીધી સાદી શૈલી અને સરળ બાનીમાં વિવિધ માનવ સંવેદનોને રજૂ કરતાં શેરમાં કવિ પ્રેમની સાચી વ્યાખ્યા કરતા કહે છે‘પ્રેમમાં તો આપવાનું હોય છેક્યાં કશુંયે માંગવાનું હોય છે’વધતા જતા શહેરીકરણની વચ્ચે ગ્રામ્યજીવની તાદૃશ રજૂઆત‘ખોરડાથી શોભતું અમ ગામડું પાણીયારે ઓપતું અમ ગામડુંલોટ, ચૂલો, તાવડી ને દેવતા રોટલાને રાંધતું અમ ગામડું’પોતાનાં મૂળથી વિખુટા પડી અજાણી મંઝિલો પાછળ દોડતી દુનિયા માટે‘અચેતન ડગરને નગરનો અભરખોન જોયું વતન પણ સફરનો અભરખો’નિરાકાર ઈશ્વરને કણકણમાં નિહાળવાની વાત‘અંશ એનો તો બધામાં એ જ છેના દિસે તોયે બધામાં એ જ છે’અંતે કવિકર્મને પણ ઈશ્વરની સોગાત માનતા કવિ વિનમ્રપણે કહે છે‘તું લખાવે એ જ તો ચાતક લખેઆ ગઝલમાં ફક્ત મારું નામ છે’

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 120
  • Language: Gujarati
Rs. 210.00