Menu
Your Cart

Miya Fuski-1 By Jivram Joshi

Miya Fuski-1 By Jivram Joshi
Miya Fuski-1 By Jivram Joshi
“અમે કોણ? મિયાં ફુસકી. સિપાઈ બચ્ચા.” બાળકોમાં ખૂબ જ પ્રિય ‘મિયાં ફુસકી’ અને ‘તભા ભટ્ટ’ અમર પાત્રો છે. 1945માં જીવરામ જોષીએ આ બે અને અન્ય પાત્રો વેપારી ‘દલા શેઠ’ અને મિયાંની પત્ની ‘અમુ બીબી’ને લઈને રમૂજી બાળવાર્તાઓ લખી હતી, જે આજે પણ એટલી જ લોકપ્રિય છે. જીવરામ જોષીની આ વાર્તાઓ પરથી નાટકો, સિરિયલ અને ફિલ્મ બન્યાં છે.આ મિયાં અત્યંત રમૂજી સ્વભાવના , દેખાવે ઊંચા અને પાતળા મિયાં ફુસકી શેખીખોર છે, સ્વભાવે બીકણ છે, તેથી મિયાં ફુસકી. શરતો લગાડવાના શોખીન અને પોતાની જ જીત થાય એવાં સ્વપ્નો જોતા મિયાં ફુસકી અવનવાં કારનામાં કરીને હાસ્ય જન્માવે છે. વાતેવાતે ‘હા, અમે કોણ? અમે સિપાઈબચ્ચા’ બોલીને બડાઈનાં બણગાં ફૂંકે છે.જાડા, ઠીંગણા અને મોટ્ટી ફાંદવાળા તભા ભટ્ટ, મિયાં ફુસકીના પરમ મિત્ર છે. મિયાં ફુસકીનાં દરેક પરાક્રમો વખતે તેઓ તેને તેવું ન કરવા જણાવે અને ન માને તો સાથ આપે છે. મુશ્કેલીમાં મુકાયેલા મિયાં ફુસકીને તેઓ ચતુરાઈપૂર્વક બહાર કાઢે છે. દૂબળાપાતળા મિયાં  અને જાડિયા તભા ભટ્ટની ભાઈબંધી ખૂબ અનોખી છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 64
  • Language: Gujarati
Rs. 125.00