Menu
Your Cart

Lagna Mangal By Tushar Shukla

Lagna Mangal By Tushar Shukla
Lagna Mangal By Tushar Shukla
આવનારા સમયમાં પરંપરાગત વ્યવસ્થાઓએ પડકારનો સામનો કરવો પડશે. પરંપરાગત માન્યતાઓ સામે પ્રશ્નાર્થ મુકાશે. કેટલુંક બદલાશે. કેટલાકે બદલાવું પડશે.સમયના પ્રવાહમાં જૂનું વહી જાય. નવું રચાય. નિત્યનૂતના છે એટલે તો રસપ્રદ છે જીવન. પરંતુ જેમ જંગલમાં દવ લાગે ને સુકાય ભેગું લીલુંય બળે એવું આ બદલાવ સંબંધે પણ બને, બની રહ્યું છે.મનુષ્ય સામાજિક પ્રાણી બન્યો તે પછી લગ્ન નામની વ્યવસ્થા રચાઈ અને સુદૃઢ થતી ગઈ. અલબત્ત સમયાંતરે એમાંય ફેરફાર થતા રહે છે. લગ્ન સાથે જોડાયેલાં રીતરિવાજ પાછળ જે તે સમાજનાં સમય-સંજોગ પણ કારણરુપ છે.લગ્નવિધિમાં પણ એને કારણે વૈવિધ્ય છે. શાસ્ત્રોક્ત વિધિમાં સમય જતાં લૌકિક ઉમેરણ થયાં છે. એમાં પ્રવર્તેલી જડતા સામે વિરોધ પણ થઇ રહ્યો છે ને આવશ્યક ફેરફાર માટે મન મોકળું બની રહ્યું છે.આ પુસ્તકમાં લગ્નની વિધિ અને લગ્નની વિભાવવાનાને હળવાશથી સમજવા સમજાવવાનો પ્રયત્ન છે. કોઈનો વિરોધ નહીં, કોઈ વાતે કડવાશ નહીં. પણ જે કેટલુંક સમજાય તો સચવાય એવું લાગ્યું એની વાત કરી છે.જેમાં બે જણ સંબંધાય ત્યારે બારસો જણ અનુસંધાય છે એવી આ લગ્ન વ્યવસ્થા વાસ્તવમાં તો મનની અવસ્થા છે. સામાજિક વ્યવસ્થા સાચવવા માત્ર નહીં, મનની અવસ્થાનો આદર કરવા માટે છે લગ્ન.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 172
  • Language: Gujarati
Rs. 250.00