Menu
Your Cart

Khoj By Uttam Mevada

Khoj By Uttam Mevada
Khoj By Uttam Mevada
ગામડાની અનેક પેઢીઓ મદારીના મોરલીવાદન અને નાગ–નાગિનના ખેલ જોઈને મોટી થઈ છે. નાગપાંચમે શહેર કે ગામડાંમાં જો મદારીનાં પગલાં ન પડે તો નાગદેવતાનાં દર્શન દુર્લભ હોય. ઘણી હિન્દી ફિલ્મોએ એ મોરલીની ટ્યૂનનો ઉપયોગ કરીને લોકોને આધુનિક સ્વરૂપે મોરલીવાદન અને નાગિનનૃત્ય દ્વારા મનોરંજન પૂરું પાડ્યું છે. ખુશીના દરેક પ્રસંગે જ્યારે મોરલીનો એક નાદ છેડાય ત્યાં અનેક સ્ત્રી-પુરુષો નાગ-નાગિન બની નૃત્ય કરતાં આપણે જોયાં છે. આજે સાપ-સાપોલિયાંના, માંકડાના ખેલ સરકારના વન્ય જીવ પ્રાણી સંરક્ષણના કાયદા હેઠળ, એક કાયદા અનુસાર બંધ કરી દેવા પડ્યા છે. એટલે બિનવપરાશી પડી રહેલી મોરલી-બીન વાદ્ય પણ નકામું થઈ જતાં તૂટી ગયું છે.આ મદારી આજે એકવીસમી સદીમાં પણ એ જ કક્ષાએ છે, નોમેડિક, ભટકતી, વિચરતી જાતિ જ છે. ફર્ક એટલો પડ્યો છે કે એની પાસે હવે ના તો સાપ છે કે ના તો એ સાપને રમાડવા માટે મોરલી વગાડી શકે છે. એ ભણી શક્યો નથી, ભટકતો રહ્યો જિંદગીભર, પેઢી દરપેઢી, જાત એની વિચરતી ખરી ને!દુનિયાના અનિષ્ટોને પડકારતા દેવરાજની યુવાન બીજી પત્ની ઉર્વશી કાયદાની ચુંગાલમાં ફસાય છે અને જેલમાં જાય છે. એક કાયદાની કલમથી એની રોજગારી છીનવાઈ ગઈ છે. અને કાયદાની બીજી કલમથી કહો ને કે એની જિંદગીની તર્જ જ છૂટી ગઈ છે. સૂર ખોવાઈ જાય છે.જીવનમાં ખોવાયેલા એ સૂર પાછા મેળવવા માટે ગરીબ માનવીની એ મથામણ, એ ખોજની વાત એટલે આ ‘ખોજ’ નવલિકા.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 256
  • Language: Gujarati
Rs. 350.00