Menu
Your Cart

Kartik ane bija badha By Dhiruben Patel

Kartik ane bija badha By Dhiruben Patel
Kartik ane bija badha By Dhiruben Patel
ગુજરાતી ભાષાસાહિત્યમાં કિશોરકથાઓ પ્રમાણમાં ખાસ્સી ઓછી લખાઈ છે તે વાત સાચી, પણ ધીરુબહેન પટેલ રચિત ‘કાર્તિક અને બીજા બધા’એ આ ક્ષેત્રમાં એકે હજારા જેવું કામ કર્યું છે તે વાત પણ એટલી જ સાચી. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલું આ પુસ્તક વાસ્તવમાં 41 પ્રકરણો ધરાવતી નવલકથા છે. કાર્તિક તેનો નાયક. મમ્મી, પપ્પા, બહેન લતા અને લતાની બહેનપણ કલબલ, પાડોશી ભોજુ છોટિયો અને એવાં બધાં પાત્રોથી એનું વિશ્વ બને છે. કાર્તિકનું વિસ્મય, એની મૂંઝવણો, એનાં સુખ-દુખ અને ફ્રસ્ટ્રેશન અહીં સરસ ઝિલાયાં છે. એકલો કાર્તિક જ નહીં, પણ ‘બીજા બધા’ પાત્રો પણ અસરકારક રીતે ઊપસ્યાં છે. ધીરુબહેન પટેલનું સૂક્ષ્મ રમૂજ કથાને સતત હળવીફૂલ રાખે છે. કિશોરોને જ નહીં, વયસ્કોને પણ મજા પડે એવું પુસ્તક.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 304
  • Language: Gujarati
Rs. 500.00