Menu
Your Cart

Janaavaroni Jaanma By Babu Suthar

Janaavaroni Jaanma By Babu Suthar
Janaavaroni Jaanma By Babu Suthar
ભોજા ભગતનો પેલો પ્રસિદ્ધ ગરબો યાદ છે? ‘હાલોને કીડીબાઈની જાનમાં!’અને ‘હાલાજી તારા હાથ વખાણું, કે પટી તારા પગલાં વખાણું’ કેટલું પ્રચલિત છે!મેઘાણીનું ‘મન મોર બની થનગાટ કરે’ તો કેમ ભુલાય?અને પેલું મીઠ્ઠું મજાનું બાળગીત ‘એક બિલાડી જાડી, એણે પહેરી સાડી!’પશુ-પક્ષીઓનું આપણાં ગીતોમાં અને સાહિત્યમાં અનેરૂં સ્થાન છે. તેમના સાદ, સંકેતો અને હલનચલનની શૈલી સાથે આપણા અનેક રીત-રિવાજો જોડાયેલા છે. ફ્રેંચ કવિ જુલ રનારે પણ માનવજીવન સાથે જોડાયેલાં જીવજંતુ અને પશુપક્ષીઓ પર અનેક કાવ્યો રચ્યાં જે સંગ્રહ રૂપે પ્રગટ થયાં. આ પ્રસિદ્ધ કાવ્યોનો અંગ્રેજી સાથે વિશ્વની અનેક ભાષાઓમાં પણ અનુવાદ થયો. આ કાવ્યો આપણી ભાષાનાં કવિ બાબુ સુથારને આકર્ષે છે અને આપણને મળે છે આ કાવ્યોનો ગુજરાતી અનુવાદ - ‘જનાવરોની જાનમાં’ શીર્ષક હેઠળ. પોતાનું બાળપણ જીવજંતુઓ, પંખીઓ અને પ્રાણીઓ વચ્ચે વિતાવનાર આ કવિની સજ્જ કલમે થયેલ અનુવાદ મૂળ કાવ્યોને આપણી ભાષામાં આબેહૂબ વણી આપણા બનાવી આપે છે. આ અછાંદસ કાવ્યોમાં પ્રસ્તુત અવલોકનો જીવસૃષ્ટિ સાથેનાં આપણા સંબંધને તરોતાજા કરે છે. સાથે તેમને અલગ રીતે જોવાનો પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 72
  • Language: Gujarati
Rs. 150.00