Menu
Your Cart

Gagan na Lagan By Dhiruben Patel

Gagan na Lagan By Dhiruben Patel
Gagan na Lagan By Dhiruben Patel
ગોલગપ્પા જેવો ગોળમટોળ અને ખાવાનો શોખીન ગગન અને સોટી જેવી પાતળી જયુ- એટલે કે જ્યોત્સના- મળે એટલે પ્રેમ તો થાય જ ને! એમાં વળી ભળે છે રસોઈના રાજા એવા ગગનના મગન મહારાજ અને ‘કરમ કઠિયારાનાં અને જાત ગરાસિયાની’ એવો ગગનનો મુફલિસ દોસ્ત ચંદુ. ચંદુને ગમે છે માલદાર બાપની દીકરી મંદા. મંદાને પણ ગમે છે ચંદુ. બધાંને પરણવું પણ છે, પણ વચમાં ફાચર મારે છે ગગનના બિહારીલાલકાકા અને જયુનાં પ્રભાવતીફોઈ. એમને મનાવવા મથે છે ગગનનાં સરિતાકાકી અને લક્ષ્મીજીનો પાલવ છોડીને ક્યારેક કલાકાર તો ક્યારેક કવિ બનવાની ગડમથલમાં પડતા જયુના ગોકળદાસફુઆ. આ બેઉ જણાં આપણાં ગગન-જયુને નારાજ જોઈ નથી શકતાં. એટલે પછી મચે છે ધમાચકડી! એમાં છેવટે વડીલોની મરજી ચાલે છે કે પછી ગગન-જયુ પરણી શકે છે? આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે, અને ખાસ તો હસી હસીને લોટપોટ થવા માટે, તમારે ધીરુબહેન પટેલનું પુસ્તક વાંચવું જ રહ્યું.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 276
  • Language: Gujarati
Rs. 450.00