Menu
Your Cart

Draupadi By Kaajal Oza Vaidya

Draupadi By Kaajal Oza Vaidya
Draupadi By Kaajal Oza Vaidya
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા...ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત...સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી. પહેલ પાડેલાં હીરાની જેમ પાસાંદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞસેની’ હોય તો પણ ભીતરથી એ એક સ્ત્રી હતી. સ્ત્રીનાં ઋજુ સંવેદનો હંમેશાં એની અંદર જીવ્યાં હશે, ક્યારેક સળવળ્યાં હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી! વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો જ પડે છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઊતરવું જ પડે છે. એક સ્ત્રીનાં લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસનહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ, સંવેદનશીલ નારીની આ કથા છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 184
  • Language: Gujarati
Rs. 290.00