Menu
Your Cart

Chhal By Kaajal Oza Vaidya

Chhal By Kaajal Oza Vaidya
Chhal By Kaajal Oza Vaidya
આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે.અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્યારે એ હોઠ સુધી પહોંચી ગયો હતો. અને, એક બધું જ ગુમાવી ચુકેલી છોકરીને જિંદગીની થાળી છલોછલ ભરી આપી, ફૂલોથી, પ્રેમથી, વહાલથી, સન્માનથી અને સુખથી.મેળવવું આપણને સૌને ગમે છે. ક્યાંક પહોંચવું - ક્યાંક જીતવું - આપણા સૌની ઝંખના છે. પણ એ મેળવવાનો, જીત સુધી પહોંચવાનો રસ્તો પસંદ કરવામાં આપણે થાપ ખાઈએ છીએ... આપણને છલ સ્વયં છલી જાય છે.સમીરનો ધર્મ જાતને કેન્દ્રમાં રાખી ને પરિસ્થિતિ જોવાનો છે. દરેક વસ્તુમાંથી પોતાને શું મળી શકે, અથવા પોતે શું ખેંચી શકે, પામી શકે - એટલું જ એને આવડે છે... અને એથી જ, એની નીતિ મેળવી લેવાની, પામી લેવાની નીતિ છે... સુજયનો ધર્મ બીજાને સુખી કરવાનો, પોતાના પ્રેમને સન્માન આપવાનો ધર્મ છે અને એટલે, એની નીતિ સ્વીકારની નીતિ છે, સમર્પણની નીતિ છે. કાજલ ઓઝા વૈદ્યની સમીર – સુજય – રેવતી – નિલય અને નિયતિની આસપાસ વણાતી આ સુપ્રસિદ્ધ નવલકથા છે.આ કથા એ થાપની, એ છલની કથા છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 408
  • Language: Gujarati
Rs. 450.00