Menu
Your Cart

Ainani Aarpar By Kaajal Oza Vaidya

Ainani Aarpar By Kaajal Oza Vaidya
Ainani Aarpar By Kaajal Oza Vaidya
અનિશા અને કિશનની પ્રણયકથા...આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી...પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે.પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી,આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.જો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તોઅસ્તિત્વના આશીર્વાદ આપણા ઉપર અચૂક ઉતરે.કશુંય ટકતું નથી... અસ્તિત્વની સામે લડીને માગેલું બધું જ અંતે અસ્તિત્વને પાછું સોંપવું પડે છે. આપણે કુદરતને જેમ વધુ ધકેલતા ગયા એમ કુદરત ધકેલાતી ગઈ.અસ્તિત્વની સહનશક્તિ ન માની શકાય એટલી અદ્‌ભુત છે, પરંતુ અસ્તિત્વ જે દિવસે આપણી સહનશક્તિની પરીક્ષા કરે છે તે દિવસે આપણે ખૂબ નિઃસહાય અને વામણાં બની જઈએ છીએ.આ નવલકથા પણ એ જ સંદેશ સાથે આવી છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 464
  • Language: Gujarati
Rs. 650.00