Menu
Your Cart

Aha Ketli Sundar By Rajnikumar Pandya

Aha Ketli Sundar By Rajnikumar Pandya
Aha Ketli Sundar By Rajnikumar Pandya
ત્રીસી વટાવી ચૂકેલો યુવાન મોહિત લગ્ન માટે કન્યાઓ જોતાં-જોતાં અનાયાસે જ પોતાના મિત્ર સુરેશની દીદીને જોઈ બોલી ઊઠે છે, ‘અહા, કેટલી સુંદર!’ અને સર્જાય છે સુંદર પ્રેમકથા. ઘાસલેટની એજન્સીના માલિકનો દીકરો મોહન ઊતરતી કોમની સુધીના પ્રેમમાં પડે છે. આ સંબંધનો સખત વિરોધ કરતા બાપા ઓધવજી સંજોગવશાત્ સંબંધને સ્વીકારવા મજબૂર બને છે અને સર્જાય છે સંવેદનશીલ કથા ‘પેટપછાડ’. ડૉક્ટરેટ થઈને ટ્રસ્ટનો વહીવટ સંભાળતાં વિલાસબહેનના સીવણવર્ગની શિક્ષિકા પાયલ એમને જ ગમતા એક અધિકારીના પ્રેમમાં પડે છે અને સર્જાય છે એક વિસ્મય કથા ‘કંપ’. આપણી આસપાસ રહેલાં વિવિધ પાત્રોના આંતરમનમાં ડૂબકી મારી આવી સુંદર વાર્તાઓનાં મોતી કાઢનાર લેખક રજનીકુમાર પંડ્યાનો વાર્તાસંગ્રહ ‘અહા, કેટલી સુંદર!’2007માં પ્રથમ વાર પ્રગટ થયેલ આ લોકપ્રિય વાર્તાસંગ્રહ ઘણા સમયથી અપ્રાપ્ય હતો. પરંતુ ફરી એક વાર પુસ્તક રૂપે અવતારી અનેક રસિક વાચકોને આકર્ષવા તૈયાર છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 204
  • Language: Gujarati
Rs. 300.00