We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Shree Radha Avtar | Shree Pustak Mandir | Krishna Bhagwan

Shree Radha Avtar | Shree Pustak Mandir | Krishna Bhagwan
Shree Radha Avtar | Shree Pustak Mandir | Krishna Bhagwan

પ્રિ. ભોગીભાઈ શાહ

છેલ્લાં કેટલાંક વર્ષોથી, ન કેવળ ભારતની બલકે વિશ્વની પ્રજા પણ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષાયેલી અને કૃષ્ણભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે. આ પૃથ્વી પર જે કોઈ સ્થળે ભગવાન શ્યામસુંદર, ગિરધર ગોપાલ, વ્રજેન્દ્રનંદન, યશોદાનંદન, નંદકિશોર, મુરલીમનોહર, દામોદર શ્રીકૃષ્ણનું નામસ્મરણ થતું હોય ત્યાં અનાયાસે અને સાહજિક રીતે એમની પ્રાણવલ્લભા, નિત્યકિશોરી, વૃંદાવનેશ્વરી, વૃધમાણદુલારી, કીર્તિદાકુમાર, વ્રજેશ્વરી, રાસેશ્વરી, શ્યામા શ્રીરાધિકાનું પુણ્યસ્મરણ થયા વિના રહી શકે જ નહિ, સીતા અને રામ, લક્ષ્મી અને વિષ્ણુ, ઉમા અને શંકરની જેમરાધા અને કૃષ્ણને પણ દંપતીરૂપે, યુગલસ્વરૂપે, સજોડે પૂજવા-ભજવાની પરંપરા આપણે ત્યાં સદીઓથી ચાલતી આવી છે અને એટલે જ આપણા ઋષિમુનિઓ તથા સંતભક્તોની દૃઢ માન્યતામાં પોતાનો સૂર પૂરવતાં મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીએ પણ 'કૃષ્ણાવતાર'માં લખ્યું છે કે - રાધા વિનાના કૃષ્ણની કચાનો વિચાર કરવો મુશ્કેલ લાગે છે.'

રાધાકૃષ્ણની ભક્તિનું આ એક ઉજ્જવળ પાસું હોવા છતાં, ખેદની વાત એ છે કે આપણા લોકમાનસમાં શ્રીરાધા અને શ્રીકૃષ્ણના ઐહિક સંબંધો વિશે ઘણી બધી ભ્રાંતિ અને ગેરસમજ પ્રવર્તે છે. ભગવાન વિષ્ણુના એક અવતાર તરીકે ભારતભૂમિમાં દ્વાપરયુગમાં અવતરેલી શ્રીકૃષ્ણ જેવી વિશ્વવંદ્યવિભૂતિના નામ સાથે, મહારાક્તિશાળી એમની કોઈ મહારાણીનું કે પટરાણી શ્રી રુમિલીનું નામ પૂજાભક્તિ અર્થે ન જોડાયું અને એમનાં આલાદિની શક્તિસ્વરૂપા શ્રી રાધાજીનું પવિત્ર નામ જોડાયું, એટલા પરથી સમજી લેવું પડે કે શ્રીરાધા કોઈ સાધારણ નારી કે સામાન્ય વ્રજ-ગોપાંગના નથી જ; એ તો એક એવી મહાન દૈવીશક્તિ છે કે જેને ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં, પોતાની અંગભૂતા આરાધ્યદેવી કહીને, પોતાના ‘કૃષ્ણાવતાર'ના સાફલ્યની ઘોતક ગણે છે.

આ પણ સ્વીકારવા જેવું છે કે દ્વાપરયુગે આ ભૂમિ પર કોરો કૃષ્ણાવતાર જ નથી થયો; ભક્તિભીનો રાધાવતાર પણ થયો છે. એટલું જ નિહ, જો ગોલોકેશ્વરી, પરમેશ્વરી, શ્રીરાધાએ વ્રજભૂમિમાં અવતાર ન લીધો હોત તો આપણને માખણચોર, રાસિબહારી, બંસીધર, નંદનંદન, ગોપીજનવલ્લમ, રાધારમણરૂપે શ્રીકૃષ્ણકનૈયાની બાળલીલાઓની ઝાંખી કદાપી ન થઈ હોત ! આપણને તો મળ્યા હોત વાસુદેવ, દેવકીનંદન, યાદવન કુલભૂષણ, મુત્સદી રાજનીતિજ્ઞ, પાર્થસારથિ, ગીતાજ્ઞાનદાતા, સુદર્શનચક્રધારી, દ્વારિકાધીશ, યોગેશ્વર શ્રીકૃષ્ણ ! શ્રીરાધાજીની અવતારની આ પણ એક બહુમૂલ્ય ફળશ્રુતિ છે. આ નવલકથાનું સર્જન આવાં કેટલાંક નિર્ભેળ સત્યો પ્રતિપાદિત કરવાના શુભ હેતુથી મેં કર્યું છે; કેમકે શ્રીરાધાજી મારાં કુળદેવી, ઈષ્ટદેવી અને આરાધ્યદેવી છે. હું એક એવો ધાર્મિક સંપ્રદાયનો અનુયાયી છું કે જ્યાં લોકો જયશ્રીકૃષ્ણ'ને' બદલે જયશ્રીરાધે' કહીને એકબીજાનું અભિવાદન કરે છે.

સુજ્ઞ વાચકોએ મારી આ સાહિત્ય-કૃતિને અંતરના ઉમળકાથી આવકારી છે, વધાવી છે અને પ્રશંસાનાં પુષ્પોથી નવાજી છે. ભારે જહેમત બાદ તૈયાર થયેલી આ કૃતિને હું તો ‘શ્રીરાધાકૃપા હિ કેવલમ્' કહું છું કેમકે, મેં તો આમાં કાંઈ જ કર્યું નથી; એણે- શ્રીરાધાજીએ-મારી પાસે આ લેખનકાર્ય કરાવ્યું છે. મેં તો એમની કૃપાથી વેરવિખેર પડેલાં પ્રસંગ-મોતી વીણીવીણીને એક સળંગ કથાસૂત્રમાં પરોવ્યાં છે અને પ્રસંગોની આ સુગ્રથત હારમાળા મારાં ઇષ્ટદેવ શ્રી રાધાજીની ગ્રીવામાં આરોપિત કરી દઈને હું ધન્યધન્ય થઈ ગયો છું..

આ પુસ્તકનું સર્જન અને પ્રકાશન સરળ, સુંદર અને સર્વોત્કૃષ્ટ બને તે માટે અનેક સ્વજનો, મુરબ્બીઓ, સાહિત્યકારો અને સંતોએ મને ઉમળકાભેર જે સહાય કરી છે, માર્ગદર્શન આપ્યું છે અને પ્રેરણાનું પાથેય પૂરું પાડ્યું છે તેમાં ખાસ કરીને, અમેરિકા નિવાસી ડૉ, નંદલાલ સી. શાહ, એડવોકેટ શ્રી ઈશ્વરભાઈ એમ. શાહ (પાલનપુર), ગિરધરલાલ છગનલાલ આડેસરા (જમશેદપુર), મુ.શ્રી પશંવતલાલ શુક્લ, પ્રો. પ્રિયકાંત પરીખ, ડૉ.ચંદ્રકાન્ત શેઠ, શ્રી ભગવતીકુમાર શર્મા, શ્રી દિગંત ઓઝા, શ્રી વસંતભાઈ દોશી, શ્રી કનૈયાલાલ જોશી અને મુકુંદભાઈ પી. શાહ તથા ઘણા સ્નેહી-સ્વજનો વગેરેનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

પ્રિ. ભોગીભાઈ શાહ

Shree Radha Avtar * Shree Radha Avtar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online Radha avatar, avtar Radhaavtar Radh aavtar shreRadhaavtar avatar radhaavatar

શ્રી રાધા અવતાર

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 250.00
  • Available: In Stock
  • Binding: Hardcover
  • Pages: 288
Views: 7671
પ્રાતઃસ્મરણ, શ્રી શિવાષ્ટોત્તરશતનામસ્તોત્રં, ભગવાન શિવના પવિત્ર ૧૦૮ નામ, શ્રી શિવસહસ્રનામસ્તોત્રં, ભગવાન શિવના દિવ્ય ૧૦૦૮ નામ, સ્તુતિ તથા આરતીShree Sh..
from
Rs. 15.00
Add to Cart
• પ્રાતઃ સ્મરણ • શ્રી વિષ્ણોરષ્ટનામ સ્તોત્ર. શ્રી વિષ્ણુના પવિત્ર ૮ નામ - શ્રીવિષ્ણો: ષોડશનામ. સ્તોત્ર શ્રી વિષ્ણુના પાવનકારી૧) નામ - .. શ્રીવિષ્ણોરષ્..
from
Rs. 25.00
Add to Cart
Shree Bansi Avtar * Shree Bansi Avtar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online શ્રી બંસી અવતાર..
from
Rs. 175.00
Add to Cart
Shree Vallabh Avtar * Shree Vallabh Avtar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online શ્રી વલ્લભ અવતાર..
from
Rs. 200.00
Add to Cart
Shree Bhishm Avtar * Shree Bhishm Avtar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online શ્રી ભીષ્મ અવતાર..
from
Rs. 150.00
Add to Cart
Shree Sita Avtar * Shree Sita Avtar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online શ્રી સીતા અવતાર..
from
Rs. 150.00
Add to Cart
આપણી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી ચિનુ મોદી, જેમણે કદાચ સાહિત્યના મોટાભાગના સ્વરૂપોમાં પોતાની સર્જનશક્તિની છાપ છોડી છે. આમ જુઓ તો કેવા મોકળા અને જ..
from
Rs. 450.00
Add to Cart
આપણે આધ્યાત્મિક સંસ્કૃતિના વારસદારો છીએ. આપણે સંતો-મહંતો, ઋષિઓ અને શાસ્ત્રોના માણસો છીએ. આપણે ભારતીયો છીએ. આપણને ભારતીય હોવાનો ગર્વ છે. મારા લોહીમાં ..
from
Rs. 175.00
Add to Cart